મળી અમને રે આઝાદી
મળી અમને રે આઝાદી
દેશ કાજે શહીદોએ બલિદાન આપ્યાં
માતા પિતા અને જાતને સૌ ભૂલ્યા
મળી અમને રે આઝાદી
સામી છાતીએ ગોળી ખાઈ લડયા
આઝાદી માટે મોતને પ્રેમથી ભેટ્યા
મળી અમને રે આઝાદી
વિદેશી વસ્ત્રો સૌએ ત્યજયા
સ્વદેશી અપનાવી અંગ્રેજો સામે લડ્યા
મળી અમને રે આઝાદી
અંગ્રેજોના અન્યાય સામે ન ઝુકયા
ન બંદુક કે જેલથી ન તેઓ હાર્યા
મળી અમને રે આઝાદી
સત્ય અહિંસા થી ગાંધી લડ્યા
અંગ્રેજો સામે મહા આંધી લાવ્યા
મળી અમને રે આઝાદી
નાતજાતના ભેદભાવ સૌ ભૂલ્યા
જય હિંદના નારાથી સૌ લડ્યા
મળી અમને રે આઝાદી
