Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

સુંદરતા મજાની

સુંદરતા મજાની

1 min
369


ટમટમ કરતા તારલિયા શોભે,

ઉંચા આકાશે સુંદરતા ખીલે,

અવકાશમાં ચારેકોર સુંદરતા મજાની !


ચાંદામામાની ચાંદની લાગે અનોખી,

પુનમે ખીલે ચંદ્રની રાત અનોખી,

અવકાશમાં ચારેકોર સુંદરતા મજાની !


વાદળી દોડે ઉંચા ઉંચા આકાશે,

કાળી કાળી થતી ઉંચે તરશે,

અવકાશમાં ચારેકોર સુંદરતા મજાની !


સૂરજદાદા જોને ભરપૂર તપે,

તેને જોઈને ધરા ધોમધખંતી બને,

અવકાશમાં ચારેકોર સુંદરતા મજાની !


વિજળી જોને ચમચમ ચમકે,

વરસાઈ ધારા છમછમ વરસે,

અવકાશમાં ચારેકોર સુંદરતા મજાની !


આકાશે વિહરતા પંખીઓ ગમે

પાંખો ફરફર ફરફર કરતા ફરકે

અવકાશમાં ચારેકોર સુંદરતા મજાની !


Rate this content
Log in