હોસ્ટેલમાં માની યાદ
હોસ્ટેલમાં માની યાદ
તાર અવાજ ને શોધી રહ્યો તું ક્યાં છે ?
મને બોલાય ને રશી કહીને તું જ્યાં છે !
જ્યાં કોઈને પદ ના આપું તું ત્યાં છે,
થોડો દૂર ના કર ચિંતા કેમકે તું મા છે.
બાળપણની માર આ જવાનીમાં ક્યાં છે ?
હું રડુ ને સાથે તું પણ રડતી તે તું મા છે
તન મનમાં તું, હ્રદયના દરેક ધબકારમા તું,
લોહીના વહેણમાં તું ને શબ્દોના વલણમાં તું,
મારા દરેક દુઃખમાં તું ને તું મારા સુખમાં છે,
દરેક પળમાં મારું ધ્યાન તે જ તારી ફરજમાં છે,
થાય છે ગણાય ઘા પણ તારી દુઆ તે દવામાં છે.
"બાળપણ" જે, તે અત્યારે તારા શબ્દથી યાદ આવે,
હાથમાં કાળો દોરો કોઈ જોવે તો પૂછવા ગામ આવે,
ગરમીના દિવસોમાં તારી સાડીનો છેડો યાદ આવે,
કાંટો વાગે પગમાં ને અવાજ આવે હોઠે તું ત્યાં છે.
મળવા આવ ક્યારેક તને ભેટી પડવાનો સમય શોધું છું,
મેસ મા ખાઈને થાક્યો તારા હાથે જમું તે સમય શોધું છું,
પલંગ માં નથી ફાવતું,ખોડામાં તારા સૂવું તે સમય શોધું છું.
ચિંતા ના કરતી એમ તો, તું મારી મજબૂત માં છે
મૂઠી જેવડા હ્રદયમાં ના થાય તારા પ્રેમની માપણી,
તું છે સાથે તો પછી ઠંડીમાં ક્યાં કરું હું તાપણી,
પિતા છે શબ્દોના રાજા ને માં છે શબ્દોની રાણી,
સાંભળવા તરસી રહ્યા કાન , તારા હોઠની વાણી,
અગરબત્તીના ધુમાડાની દરેક તું સુવાસમાં છે.
ઘરે આવીશ ક્યારેક તને મળવાની ઉતાવળમાં જ રહું છું,
રોગ આવે કોઈપણ બસ તારી નજર ઉતારવાની રીત શોધું છું,
છે સવાર સુની તારા વગર હવે અલાર્મ મા તારો અવાજ ક્યાં છે.
