ચકલી
ચકલી
ચીં ચીં કરતી આવી ચકલી,
મારાં શ્રી વલ્લભનો સંદેશો લાવી.
કરો રક્ષણ મારું ઓ માનવી,
લૂપ્ત થઈ ગઈ મારી પ્રજાતિ.
ચીચીયારી કરીને ખૂશીઓ પામતી,
નાનાં બાળકોને વહાલી લાગતી.
સૂમસામ લાગતી ઘરની ઓરડી,
કોઈ ખૂણે તે માળો બનાવતી.
સમય જતાં જન્મ બચ્ચાને આપતી,
ચીં ચીંના અવાજે ઘર ગજાવતી.
સમય થયો મારો જવાનો ઊડી,
મુક્ત ગગને સહિયારોને મળતી.
"સખી" પાસે આવી એક દેવચકલી,
કહાણી સૌની સંભળાવી જતી.
