STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

મા

મા

1 min
342

જેના એક હાથમાં રોટલો

એક હાથમાં હોય ભલે છોકરો

બંનેને સાચવી જાણે એ મા !


નવ નવ માસ ન કરે પોતાની પરવાહ

બાળક કાજે ભૂલાવી જાણે દુનિયા

એ જ મારી મા !


મમતાની મૂર્તિ છે કહેવાણી

લાગણીની વહેતી જ્યાં સરવાણી

એ જ મારી મા !


જેના દૂધ માટે દેવો પણ જન્મ લે

જેના હેતને ન કોઈ માપી જાણે

એ જ મારી માં !


જન્મથી મૃત્યુ સુધી પ્રેમ વરસે

જેના મુખે કટુ વચન ન શોભે

એ જ મારી મા !


સંસ્કાર અને શિસ્તની સાથે

કડવી દવા છે પીવડાવી જાણે

એ જ મારી મા !


સંતાન સુખ કાજે કષ્ટ સહે

દુનિયા સંગ જંગ લડે

એ જ મારી મા !


જેની મમતા ચંદાની શીતળતા

જેની જીભમાં વ્હાલ વરસે

એ જ મારી મા !


પ્રેમની ગંગા વહેતી સદા રહે

નફરતને જ્યાં ન સ્થાન રહે

એ જ મારી મા !


દુનિયા સામે જીવતા શીખવાડે

આંગળીના ટેરવે જે ચાલતા શીખવાડે

એ જ મારી મા !


બાળક કાજે સર્વસ્વ ત્યજી દે

બાળક કાજે જે મોતને પાછું ઠેરવે

એ જ મારી મા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational