તને બધી જ ખબર હોય છે
તને બધી જ ખબર હોય છે
તને બધી ખબર હોય છે મને તે શોધી આપ ને
બધે જ બ્લોક છું મને અનબ્લોક કરી આપ ને
મા કહે છે તારાથી કોઈ વાત છૂપી નથી
તે ગયા પછી પાછી ક્યારેય મળી નથી
આ અંધારામાં મને પ્રકાશ શોધી આપ ને
તને બધી ખબર હોય છે મને તે શોધી આપ ને
ભટકી રહ્યો છું પણ એની મંજિલ નથી મળતી
રહે છે તું ક્યાં તારા સુધી તો નજર ય નથી પહોંચતી
map માં શોધી લઈશ તું તારું સરનામું આપ ને
તને બધી ખબર હોય છે મને તે શોધી આપ ને
મારા જીવનમાં હતી ખુશી હાજરી હતી જ્યારે તેની
તે ભટકી કે હું ભટકી ગયો પછી રાહ નથી મળી ક્યારે એની
એટલે જ તને કહું છું ભટકેલા માનવી ને સાથ આપ ને
તને બધી ખબર હોય છે મને તે શોધી આપ ને
ખબર છે પહેલાથી જ કે અહીં સાચા પ્રેમની પરીક્ષા થાય છે
વર્ષો નો અનુભવ હોય છે તો પણ ક્યાં કોણ આમાં પાસ થાય છે
કરી લઉં હજુ પણ પગદંડી બસ તારો હાથ મારા હાથમાં આપ ને
તને બધી ખબર હોય છે મને તે શોધી આપ ને
