પરી
પરી
આજે સવારે મેં તો જોઈ એક સુંદર પરી,
અજાણ્યા દેશમાં ભૂલી પડી એ સુંદર પરી,
એક હાથમાં પકડી છે જાદુઈ લાકડી,
સફેદ ફ્રોકમાં ખૂબ શોભતી એ સુંદર પરી,
આમતેમ જોતી, જાણે કશુંક શોધતી,
મૂરઝાયેલા ચહેરે ફરતી એ સુંદર પરી,
ઘડીકમાં હસતી ને ઘડીકમાં રડી પડતી,
મનમાં ને મનમાં અકળાતી એ સુંદર પરી,
અચાનક જ મૂરઝાયેલો ચહેરો ખીલી ઊઠ્યો,
એકદમ ખડખડાટ હસી પડી એ સુંદર પરી,
રસ્તો મળી ગયો હવે એને એના દેશનો,
પરીઓના દેશમાં પાછી પહોંચી ગઈ એ સુંદર પરી.
