STORYMIRROR

Manu V Thakor

Romance

3  

Manu V Thakor

Romance

આંખોમાં આશ લઈ

આંખોમાં આશ લઈ

1 min
26.1K


વાલમ..

આંખોમાં આશ લઈ બેઠા'તા આજ અમે, 

    કે દિ' આવશો અમ આંગણની ડેલીએ, 

આંગણ સજાવ્યા ને ચોક પુર્યા છે અમે, 

    આવકાર આપીશું અમ હૈયાંની હેલીએ, 

લઈ શમણાંનો  સાથ, હવે વીતે છે રાત, 

મારે કરવી જઈ કોને, આ દલડાંની વાત;

ડસતું એકાંત  મને ઘરના આ ઓરડામાં, 

ને વળી વર્ષોથી વિરહની વેદનાને ઝેલીએ, 

      આંખોમાં આશ...

ઊંચેરા આભમાં વાદળ બંધાય ત્યારે,  

    ભીતરમાં થનગનાટ જાગે;

વગડામાં દૂર કોઈ ટહુકો સંભળાય ને, 

    હૈયામાં ઝાળ જેવું લાગે. 

વાલમ.. આંખો અધીર બની જોવાને આજ,

વાત હવે પાછા આવવાની નવ ઠેલીએ. 

       આંખોમાં આશ...

      


Rate this content
Log in

Similar gujarati poem from Romance