મા તું મારી જિંદગીની અધિકારી
મા તું મારી જિંદગીની અધિકારી
મા તું મારી જિંદગીની અધિકારી
તારો એ ઉપકાર કઈ રીતે ઉતારુ
જન્મ કાજે મારા તું
પેટમાં નવ મહિના સાચવતી,
ભૂખ મિટાવવા તું મારી
ધાવણ મહી દૂધ પિવડાવી
મા તું મારી...
મને તું ચાલતા શીખવવા
ઘુટણભેર ચાલતી
નિંદર કાજે મારી
મીઠા હાલરડાં તું ગાતી
મા તું મારી....
અભ્યાસ કાજે મારા
તારા હાથથી પેન પકડાવી
આંગળી પકડી ને તું
એકડો મને ઘુંટાવતી.
