કેવી કમાલની છે કુદરત
કેવી કમાલની છે કુદરત
વાહ રે કુદરત કેવી કમાલની છે તારી કરામત,
તારા જેવી ના કોઈ આર્કિટેક્ટ
કેવી નયનરમ્ય મનભાવન છે તારી સજાવટ,
લાલ ગુલાબી પીળા લીલા ફૂલોથી સજાવ્યું તે ઉપવન,
મેઘ ધનુષ્યના સપ્તરંગી રંગોથી સર્જી તે આકાશે અનોખી ભાત,
આ ખળ ખળ વહે ઝરણા કરે ઝણકાર
જાણે કોઈ મુગ્ધાનો પાયલનો રણકાર,
આ ઉપવનના હરેક છોડ ને તે કેવી આગવી સમજ આપી,
ના ક્યાંય મારું તારું કે ઊંચ નીચનો ભેદભાવ છે,
સાથે મળી સૌ મહેકાવે બાગ છે,
આકાશે જાણે રૂપેરી ઓઢણી ઓઢી
ઓઢણીમાં કેવા તારલિયા સોહાય,
સાંજ ઢળતાં એમાં કેસરી રંગો પૂરાય,
રાત્રિના પિવરાવે આ ચાંદ પૂરી ધરતીને,
ચાંદનીનો પ્યાલો,
જોને આ રાતરાણી મલકાય,
કર્યું સર્જન માનવી નું,
આપ્યા તે હવા પાણીને ખોરાક,
હૂંફ અને પ્રેમથી ભર્યું કુટુંબ આપ્યું
જાણે સ્વર્ગની કરાવી સફર,
વાહ રે કુદરત કેવી મનમોહક,
કેવી મનોરમ્ય છે તારી કરામત,
આંખોને નવાઈ પમાડે,
હૈયે આપે ટાઢક આ તારી સજાવટ.
