Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

રંગો ભરી સૃષ્ટિ

રંગો ભરી સૃષ્ટિ

1 min
211


કેવી સુંદર રંગોથી ઈશ્વરે સર્જી ધરતી જમાલ છે,

રંગોની મેળવણીની કરામત કેવી કમાલ છે,

લાલ પીળા ગુલાબી સફેદ ફૂલોથી સર્જી

બાગે અનોખી ભાત છે,


બસ સર્જનહારની ચિત્રકારીની આ તો વાત છે,

જાંબલી, નીલો, વાદળી લીલો પીળો નારંગી,

લાલ રંગેથી રંગ્યું આ આકાશનું કેનવાસ,

કેવું સોહામણું સુંદર લાગે આસમાન,

પંખીઓને પણ રંગબેરંગી બનાવ્યા,

આપ્યા ધરતીમાં અનેક રંગ,

રંગબેરંગી ધરતી લાગે જાણે નવીનવેલી દુલ્હન,


માનવીને સર્જી બનાવ્યું રંગ બેરંગી જીવન,

માનવીનાં જીવનના રંગ હર પળે બદલાય,

આજે ખુશીનો તો,

કાલે ઉદાસીનો રંગ છે,

સુખ દુઃખ સંગ સંગ છે,

આજે ભડકિલો ચમકીલો રંગ છે,

તો કાલે ફિક્કો રંગ છે,

માનવીના હૈયે અલગ અલગ ઉમંગ છે,


એક પળે અંધકાર

તો બીજી પળે ઉજાસ છે

આમ જીવનની ઉજાણી ખાસ છે,

એક જ રંગ લાગે નીરસ,

વિવિધ રંગોથી જીવન લાગે સરસ,

જીવન બને સુંદર રંગોળી જો રહીએ આપણે મળીને અરસ પરસ,

જીવન ચિત્રની સુંદરતા માટે જરૂરી છે

બધા રંગોની મેળવણી,

બસ આ જ સમજ આપે છે આ જીવનની કેળવણી.


Rate this content
Log in