STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

બાળદેવો શોભે

બાળદેવો શોભે

1 min
671

રૂડી ને રંગીલી મારી શાળા શોભે

એથી મીઠા રે મારા બાળદેવો શોભે...!


એકડા બોલે, દાખલા ગમે

રમતો એ રમતા રે

 મારા બાળદેવો શોભે...!


વાર્તા સાંભળે, કવિતા બોલે

બાળમેળો ઉજવતાં રે

મારા બાળદેવો શોભે...!


પ્રયોગ કરતાં, વાંચન કરતા

રાષ્ટ્રીય તહેવાર ઉજવતાં રે

મારા બાળદેવો શોભે...!


યોગ કરતાં, વૃક્ષો ઉછેર્યા

સૌની સાથે શીખતાં રે

મારાં બાળદેવો શોભે....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational