કુદરતની કારીગરી છે બેમિસાલ
કુદરતની કારીગરી છે બેમિસાલ
કુદરત તારી લીલા કેવી ન્યારી,
આ તારી હર અદા લાગે મને પ્યારી,
આ સૂરજને આપી ગરમ પ્રકૃતિ,
ચાંદને આપી શીતળતા,
બંને મળે સોહાય આકાશ,
એકનો અસ્ત બીજાની શરૂઆત,
કેવી સુંદર છે તારી રજૂઆત,
કુદરત તારી હર ચીજ છે અણમોલ,
પથ્થર ને પણ તું પિગળાવે,
ધરતી પર લીલી જાજમ બિછાવી,
શું કમાલની તે હર ચીજ બનાવી,
રંગબેરંગી ફૂલો સર્જી ધરતી પર સર્જ્યું તે સ્વર્ગ,
પંખીઓને પાંખો આપી ઉડવા આપ્યું અનંત આકાશ,
માનવીને સર્જી તે તો આપ્યું તારું અદભુત હોવાનું પ્રમાણ,
કર્મના લેખા જોખા રાખ્યા બરાબર,
ગરીબ અમીરનો ક્યાં કોઈ ભેદ છે તારી પાસે,
આપી સૌને એક હવા,
આપ્યો સૌને લોહીનો રંગ લાલ,
આપી સૌને સરખી ઇન્દ્રિયો,
તારું કામ છે લાજવાબ,
નથી તારી કારીગરીનો કોઈ જવાબ,
તું તો છે બેમિસાલ.
