STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

રૂમઝૂમ નોરતા

રૂમઝૂમ નોરતા

1 min
269

રૂમઝૂમ નોરતા આવશે રે, આવશે રે,

 માડી પધારશે મારે આંગણે રે,


 ગરબાની રમઝટ જામશે રે, જામશે રે

માડી પધારશે મારે આંગણે રે,


 કૃપા એની વરસાવશે રે, વરસાવશે રે,       

માડી પધારશે મારે આંગણે રે,


રિધ્ધિ સિધ્ધિ લઈ આવશે રે,આવશે રે,    

માડી પધારશે મારે આંગણે રે,


કુમકુમના પગલા પાડશે રે, પાડશે રે     

 માડી પધારશે મારે આંગણે રે,


ઝાંઝરિયા રૂમઝૂમ રણકશે રે રણકશે રે,

 માડી પધારશે મારે આંગણે રે,


મૃદુલ મન આજે ઝૂમશે રે, ઝૂમશે રે,

માડી પધારશે મારે આંગણે રે,


 દર્શનનો લ્હાવો માડી આપશે રે,આપશે રે, 

માડી પધારશે મારે આંગણે રે.    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational