STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અમે જોયા છે

અમે જોયા છે

1 min
308

હવાનાં સ્પર્શે આ ફૂલોને શરમાઈ જતા જોયા છે,

મોસમના મિજાજ સાથે આ ફૂલોને કરમાઈ જતા જોયા છે,


કરતા હતા જે જીવનભરનો સાથ નિભાવવાની વાત,

આજે સંજોગો સાથે એને રંગ બદલતા જોયા છે,


હાથ પકડીને અમે જ લઈ ગયા હતા એને

સફળતાના શિખર પર,

પછી એક જ ઝાટકે હાથ છોડાવીને જતા અમે જોયા છે,


હતા અમે તો સફેદ રંગ જેવા,

રંગો ને નવું રૂપ આપતા અમે,

અમારું જ અસ્તિત્વ મિટાવી જતા અમે એને જોયા છે,


મેઘધનુષ્યના રંગો પૂર્યા હતા અમે

એના જીવનમાં,

જોને રંગવિહીન અમારું જીવન બનાવીને જતા અમે જોયા છે,


કર્યા હતા વાયદા એને સદા

સાથ નિભાવવાના,

પણ જો ને મોસમની સાથે એને બદલતા અમે જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational