પ્રિય મહાત્માને અર્પણ
પ્રિય મહાત્માને અર્પણ
નથુરામે તો તમને એક જ વાર માર્યા પણ
આજે પ્રત્યેક ક્ષણે મરતાં રહ્યા છો બાપુ તમે,
સત્યાગ્રહ, શાંતિ અને પ્રજાસુખ માટે પ્રાણ આપ્યા તમે
એટલે આજે પ્રજાપીડન નેતાના આદર્શ બન્યા બાપુ તમે,
સેવા કરવા દેશની બનતા નેતા ખુરશી માટે
એ નેતાઓનો મોકળો માર્ગ બન્યા છો બાપુ તમે,
તોડવા કમર અંગ્રેજોની રેંટિયો ચલાવ્યો બાપુ તમે
આજે એ ખાદીના કૌભાંડમાં ખરડાયા છો બાપુ તમે,
હદ થઈ છે બાપુ હવે ભ્રષ્ટાચારની
નવો જન્મ ધરી આવો શિષ્ટાચાર માટે બાપુ તમે.
