ગણપતિ ગજાનન
ગણપતિ ગજાનન
મારા ગણપતિ ગજાનન
તમે આવો પધારો પધારો
અમ આંગણિયે આજ પધારો,
મેં તો કુમકુમના સાથિયા પૂરાવ્યા
આસોપાલવના તોરણ બંધાવ્યાં
તમે આવો પધારો......
તમને ભાવતા મોદક બનાવ્યા
હૈયાના હેતે બાપા તમને પિરસ્યા
તમે આવો પધારો....
ભકિત રે ભાવથી આંગણ સજાવ્યા
દિલમાં ઉમંગે તમને આવકાર્યા
તમે આવો પધારો....
આરતી કેરા થાળ મંગાવ્યા
કરેણ કેરા ફૂલ રખાવ્યા
તમે આવો પધારો....
