STORYMIRROR

Bina Sachdev

Inspirational

3  

Bina Sachdev

Inspirational

કલમ...

કલમ...

1 min
25.6K


ઉઠાવી છે કલમ મિત્રો હ્રદય ઉમંગમાં બોળી,

રચી છે મેં ગઝલને રક્તનાં આ રંગમાં બોળી.


તમારાથી અલગ થઇને હવે જાશું અમે પણ ક્યાં ?

રડાવી નૈણનાં સપના વચનને વ્યંગમાં બોળી.


જમાનો છેતરી બેઠો બની જીવતા થયો ધોખો,

કરું સંતાપ શાને હું નશીબો જંગમાં બોળી ?


હવે તો બીક લાગે છે દુવા તેની સફળ થાશે,

જરા મન્નત હું માંગું છું હરખને અંગમાં બોળી.


જમાનોય શું કે'શે વિચારું હુંય વરસોથી,

પછી હું સાંભળું "પલ્લું" મને તરંગમાં બોળી.


Rate this content
Log in

More gujarati poem from Bina Sachdev

Similar gujarati poem from Inspirational