વાદળી
વાદળી


ઓઢી અષાઢી વાદળીને આવ તું વરસાદમાં,
ભીંજાય ચુંદડીને ભીંજવુ તને આવ તું વરસાદમાં,
રૂપ નીતરતું જોઇ ભાન ભુલ્યું આ કુદરત પણ,
વસ પ્રણય પંથે હરખાતી મારા તું હાર્દમાં.
હૈયાના મિલનની નાવ લઈ આવ તું વરસાદમાં,
મિટ્ટીની મહેક ફેલાણી હવામાં આવ તું વરસાદમાં,
એ કયાં જાણે, શું મજા છે, વરસતા વરસાદમાં !
ધરતીની પ્યાસ બુઝાય વરસે જો ધોધમાર,
ઝીંદગીભર ચુભતા રહયા જે મને કંટક,
વ્હેતા થયા વ્હેણ વરસતા વરસાદમાં.
આવશે તું એક દિન એ આશમાં ને આશમાં,
ખ્વાબની ઓઢી પછેડી જાગ્યા કરું વરસાદમાં.