યૌવન
યૌવન


યૌવન,
સોળે ખીલ્યુ લુહામણુ,
મન મોહે થયું લુંટામણુ.
હપના તારા એક ને એક,
લાગે મારા એક ને એક.
તારા મુખડે ઉઠયે સવાર ,
તુજ હવે જીવન-શણગાર.
આખ્યું મારી પોઢે જાણે,
સંગે લઇ શણગાર તારો,
ઉગે જયારે, સુંદર પ્રગટે દિ' મ્હારો,
લટક મટકતી તારી હાલ,
પવન લહેરયો તારી ચાલ,
રજ રજ ને હફાવતી જાય !
છાપ તું છોડતી જાય,
તોય ના રસ્તો સ્થિર થાય
સખીયો મ્હારી માંડે પંચાત,
તોય ના મારે હૈયે ફાળ,
સોળમે ખીલયાં દલડા માંહે,
પ્રણય હીચાયો ટીપે ટીપે.
એ લચતી ડાળી 'ને મહેકતી,
આવતી જાતી કને ફરકતી..!
હિલચાલ જાણે એકમેક ને હાટું,
મિલનને તરસે, સાથ પુરાવીયું,
વેરાયાં જયાંં ફુલડા હંધા,
સંગે મળ્યા મીઠા સમણા,
રોપયા વસંતે બીજ,
શમણાં થયાં સજ,
એ ઝુલતા ઝુલે!
જાણે શમણા થકી
થઇ રહયું છે મિલન.