હરિ નમન તારું
હરિ નમન તારું
જયાં સરિતા સાગરમાં જઈને ભળે હશે હરિ નમન તારું.
જયાં ફળના ભારે દ્રુમ તો લચી પડે હશે હરિ નમન તારું.
રવિ પામી ઉદય પ્રાચી દિશ શોભાવી બપોરે રખરખતો,
સાંજ સમે અસ્તાચળે ભાનુ ઢળે હશે હરિ નમન તારું.
લૈ નીર ઉછીના સમદરથીને ઘન ઘટાટોપ જ્યાં ગર્જતાં,
આભેથી અમીધારા જયાં વરસી પડે હશે હરિ નમન તારું.
કો કલિપ્રપંચી કરી કાવાદાવાને સજ્જનને જાળ બીછાવે,
તારાં હરિ હોય એને વળી ઝૂકવું બળે હશે હરિ નમન તારું.
