સાહસ
સાહસ
વિજય કયૉ શિખરો હિમાલયે
ઝંડા રોપ્યા માનવે સાહસ કેરા
વ્હેણ વટાવ્યા મહાસાગર કેરા
પરાક્રમ વાવટા માનવે ખૂંપ્યા
પદાપૅણ કરી લીધા ચંદૃ પર
હિમંત ધ્વજ માનવે લહેરાવ્યા
ગૃહો શોધ્યા અંતરિક્ષમાં રહીને
સંજ્ઞા ઓ ઘડી માનવે વીરતાની
પરાસ્ત કયાૅ દુશ્મનોને યુધ્ધમાં
ધ્વજ ગાડયા સૈનિકો એ વીરતાના
જીત્યા પુરસ્કાર બાહુબલીઓઐ
સ્વ કૌશલ્યે રોશન નામ દેશના
નવા વિકૃમ સજૅયા છે મેદાનમાં
સ્વણૅચંદૃક રમતવીરો જીત્યા
શોધ્યા રત્નો મોતી આંતઃ જગતમાં
સિધ્ધ કયાૅ સ્વયંને મનઃદ્વીપમાં
