STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

કુળદીપક

કુળદીપક

1 min
26.3K


ઝાડ મારા છે કુળનાં દીપક,

ઝાડનું છે બહુમાન,

ઝાડ થકી તો ધરતી આખી,

સ્વર્ગ બની લહેરાય.


ઝાડ થકી છે દિન રે મારો,

ઝાડ થકી છે સાંજ,

ઝાડ વિના તો ધરતી આખી,

થઈ જાશે વેરાન.


મકાનોની લ્હાયમાં માણસ,

ઝાડને ભૂલતો જાય,

શહેર માટે જંગલ આખાં,

જીવતાં ગળી જાય.


ઝાડ કાજે તો નભનાં ભીનાં,

વાદળ ગીતો ગાય,

આવાં ભોળાં વૃક્ષો ઉપર,

કરવત કેમ મૂકાય.


ઝાડના લીધે નદીઓ સાગર,

પાણીથી રેલાય.

મોર, પપીહા, કોયલ,મીઠાં,

કૂંજે ઝૂલા ખાય.


છાંયો આપે,ઈંધણ આપે,.

આપે ફળનું દાન.

ઝાડ તો આપણી સંસ્કૃતિના,

વેદ-કુરાન ક્હેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational