STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

3  

'Sagar' Ramolia

Inspirational

વરસાદ વરસે છે જુઓ

વરસાદ વરસે છે જુઓ

1 min
26.7K


વાદળી ગાજે ઘરર, વરસાદ વરસે છે જુઓ,

વાયુ લે'રાતો સરર, વરસાદ વરસે છે જુઓ.


મોરના ટહુકાર ગાજે છે ભરી દુનિયા મહીં,

દેડકા બોલે ટરર, વરસાદ વરસે છે જુઓ.


ઝાડ ભીંજાયાં અહીં, ભીના થયા માળા અહીં,

ઊડતાં પંખી ફરર, વરસાદ વરસે છે જુઓ.


માગતા જ્યાં રોજ ત્યાં આવે નહીં લુચ્ચો કદી',

ત્યાં ખરે સપનાં ખરર, વરસાદ વરસે છે જુઓ.


હોય 'સાગર' જેમનો પ્રિયતમ વિદેશે ભાગતો,

તૂટતું દિલ તે ચરર, વરસાદ વરસે છે જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational