STORYMIRROR

Bipin Agravat

Inspirational

3  

Bipin Agravat

Inspirational

શાહીનું નિશાન

શાહીનું નિશાન

1 min
27.7K


આજે

મતદાન કર્યાને

આઠેક દિવસ

પસાર થઈ ગયા…

એક નાગરિક તરીકેની

ફરજનાં ભાગરૂપે

મતદાન કર્યું હતું,

તેની સાક્ષી પૂરતું

આંગળીનાં નખ પરનું

“શાહીનું નિશાન”

કે જે…..

કોઈ નવોઢાએ રંગેલા

આંગળીનાં નખની જેમ

હાથની સુંદરતામાં

વધારો કરી રહ્યું હતું,

તે આજે ગાયબ થઈ ગયું…..

ને એ જોતાં જ

મનમાં વિચાર આવ્યો કે,

કાલે વિજયી થયેલા ઉમેદવારો

પોતાના વિસ્તારની સુંદરતામાં

વધારો કરશે

કે પછી…

આઠેક દિવસનાં વિજયોત્સવ પછી

એ પણ ગાયબ થઈ જશે…

આ આંગળીનાં નખ પરનાં

“શાહીનાં નિશાન”ની જેમ…!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational