મિત્રતા દિવસ
મિત્રતા દિવસ
ખજાનો બાળપણનો ખૂલે
ત્યારે દોસ્તો બહુ યાદ આવે,
બાળકોને રમતાં જોઉં
ત્યારે દોસ્તો બહુ યાદ આવે,
વૃક્ષનો ઘટાદાર છાંયો જોઉં
ત્યારે દોસ્તો બહુ યાદ આવે,
કૃષ્ણ સુદામાની વાત સાંભળું
ત્યારે દોસ્તો બહુ યાદ આવે,
શહેરના સૂનકારમાં ખોવાઈ જઉ
ત્યારે દોસ્તો બહુ યાદ આવે.
