એ સાંજ
એ સાંજ
એ સાંજ તને યાદ છે !
જ્યારે પહેલી મુલાકાત હતી,
એ સાંજ તને યાદ છે !
જ્યારે એક એક પળ માણી હતી,
એ સાંજ તને યાદ છે !
કેવી અજબ એ સાંજ હતી,
એ સાંજ મને યાદ છે !
જ્યારે યાદોની હેલી આવી હતી,
એ સાંજ મને યાદ છે !
જ્યારે રંગીન શમણાં જોયા હતા,
ચાલ, દુનિયાની ભીડ છોડીને,
એ સાંજ ફરી જીવી લઈએ !

