STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

નથી

નથી

1 min
223

કોઈ સૂરજ તો છે એનામાં, જે ઊગીને કદી આથમ્યો નથી,

પૂનમનો ચાંદ તો છે કોઈ એનામાં, જે અમાસ તરફ હજુ ઝૂક્યો નથી.


સમય આવ્યો ગમે તેવો જીવનમાં, નીકળી જ ગયો છે, ટક્યો નથી,

કોઈ તો છે એના જીવનમાં, જે આજીવન એનો બન્યા પછી ફર્યો નથી.


ઉલઝનો બધી એણે છોડી દીધી છે એ સમય પર, જે હજુ ગયો નથી,

ઈતિહાસ સાક્ષી છે, એના જેટલો અસરદાર જવાબ હજુ કોઈએ આપ્યો નથી.


બુદ્ધિ ઘણીવાર છેતરે છે એને કે 'નિપુર્ણ' એ હવે તારો રહ્યો નથી,

એક હૃદય છે એનું જે ધડકે છે, કારણકે એણે ક્યારેય કહ્યું નથી કે હવે હું તારો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance