પ્રણયની ગાંઠ
પ્રણયની ગાંઠ
પાલવના છેડે બાંધેલી પ્રણયની ગાંઠ ન છૂટે,
લાલ ચટ્ટક ઓઢણીના પાલવનો મોહ ન છૂટે.
લાલ લે'રિયાની ભા'ત્યુંમાં મન મારું અટવાયું,
કાજળઘેરી નેનોના નૈનબાણોનો મોહ ન છૂટે.
પ્રણયનો પતંગ તેની ચૂંદડીની સંગે ઉડાઉડ કરે,
તેના છરાકટ પતંગ સાથે પ્રેમના પેચનો મોહ ન છૂટે.
નયનો અંતરના ઝરુખેથી મીટ માંડીને રાહ જુએ,
તેની વા'ટ્યું'માં આશાઓની ડોર હાથમાંથી ન છૂટે.
ભીડ ભરેલી ખીચોખીચ ઈચ્છાઓથી ઘેરાયેલો છું,
પ્રિયાના પાલવડે બાંધેલી ગાંઠ્યેથી મનનું સંધાન ન છૂટે.