અલગારી છોકરી
અલગારી છોકરી
અલપ ઝલપનો ચહેરો ઝાલી હું રસ્તે ફરતી,
ન જાણે ક્યાંક મારી લાગણીને મારતી,
હદયના પ્રેમમાં હું રોજના ફાંફા મારતી,
દુનિયાના ચહેરા જોતા હું મનમાં મલકાતી,
કૃષ્ણને પામવા હું ચાહકોના મનને સતાવતી,
આઈનામાં ખુદને જોતા હું હરખાતી,
મીરાં બનવા માટે હું રાધાની ગાથા સંભળાવતી,
ગાયત્રી પ્રેમની રાહમાં આંખોને વહાવતી.

