જૂદા જૂદા તો ય એક
જૂદા જૂદા તો ય એક
તારી દુનિયા ભલે હોય મારાથી જુદી,
તોય ફુલોથી મારા બગીચામાં,
તારી જ ખુશ્બુ ફેલાય છે.
તારા વિચારો ભલે હોય મારાથી જુદાં,
તોય કવિતાઓથી મારી ડાયરીમાં,
તારી જ વાતો લખાય છે.
તારા રસ્તા ભલે હોય મારાથી જુદાં,
તોય મંઝિલ મારી જ્યાં છે ત્યાં,
તારી જ હાજરી વર્તાય છે.
તારું દિલ ભલે હોય મારાથી જૂદું,
તોય ધડકનને મારી તારા જ,
અનંત શ્વાસો સંભળાય છે.
તારા મુલ્યો ભલે હોય મારાથી જુદાં,
તોય મારું મુલ્ય તો તારા જ,
અંકગણિતથી દર્શાવાય છે.

