બેઠા છીએ
બેઠા છીએ
શ્વાસ, હૈયું, આંખો, અધરો ને સમજાવી બેઠા છીએ,
તું નથી તે છતાં તૂટેલ હૈયાને સમજાવી બેઠા છીએ.
મારી ગઝલના સહારે જીવંત છે આપણી પ્રેમ કહાની
ગઝલોમાં આપણા પ્રેમના કિસ્સા સજાવી બેઠા છીએ.
તારા ઘરથી નીકળેલ આ તેજ સમીરને સમજાવી લે,
શ્વાસ કયારનોય રોકીને દીવો સળગાવી બેઠા છીએ.
હાથ અને હૈયા તો મળ્યાં પણ ઈશ્વરની મંજૂરીના મળી,
પણ બંનેના પ્રણયની વાતોથી આખું ગામ ગજાવી બેઠા છીએ.

