આવી વસંત
આવી વસંત
લાખ પ્રયત્નો કર્યા છતાં મન તો મળ્યાં
પ્રેમની રાહમાં ન આપણે વિખૂટાં પડ્યાં,
આવી વસંત પ્રેમ બહારની વનરાવનની,
મોહ લાગ્યો જ્યારે જીવતે ન ભૂલી શક્યાં,
આધાર લાગે બસ તુજનો નથી લગાવ,
નાનકડી જિંદગી કોઈની આશે ન રહ્યાં,
વાયરા વહી જશે જ્યારે મૂક્યો પ્રેમ પ્રસ્તાવ,
સ્વીકાર કરીને મનને તમારી ઓર વારી ગયાં,
ચિત્તને વાળજો ભાવેશ વિશ્વાસનાં અમૃત પ્રેમને,
લગાવી સેજલમાં મનને અમે તમારી આરઝૂ રહી ગયાં.

