STORYMIRROR

Kalpesh Patel

Romance

4  

Kalpesh Patel

Romance

ચાહત

ચાહત

1 min
630

તમને કહીને થાક્યો'તો , નથી કરતો નશો કદી,

કદાચ તમારી ચાહતની, આવી  અસર હશે વળી.


નથી આવી આ નયનમાં, સાવ ભરતી અમસ્તી,

જાણ્યું હતું તમારા દિલમાં, ગેરહાજરી અમારી  હતી.


બનાવો જો યાદી કદી, આજે તમારા  દિવાનાઓની,

રાખજો એક  અનામ, ભલે તેમાં છેલ્લે સહુંથી.


નથી રહ્યો કોઈ ગમ, પાછળ પડવા મૃગજળની,

હતો'તે એક આભાસ, ચાહત બને અમારી સંજીવની. 


જણાવી રહ્યોછું તમને, મેળવ્યું શું ચાહતમાં અમે ?

આ એકલતામાં  અમારી, છો ચાહતની નિશાની તમે. 


દુઆ, અનુક્ત યાચનાની, એકદિ તે જરૂર ફળે,

નાખૂદા અમારે પણ હોવાની, સાબિતી જગને મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance