ભીનાશ
ભીનાશ
અંધકારનાં આછા પ્રકાશમાં છબી તારી મળી ગઈ..
આંસુ બની ટપકી ન પડે માટે નજર મારી થંભી ગઈ..
સૂર્યને સંતાઈ જઈ તને નિહાળવું પડે,
ચાંદનીના પ્રકાશમાં તું વાદળી થઈ વરસી ગઈ...
આંબાની ડાળે ઝૂલે ઝૂલતી કવિતા આ મારી
પ્રણયની ભીનાશથી આજ જોને પલળી ગઈ..

