STORYMIRROR

Prakruti Shah 'Preet'

Romance

4  

Prakruti Shah 'Preet'

Romance

દીવાનગી

દીવાનગી

1 min
213

કેવી છે દીવાનગી ઝાકળની,

પર્ણ સાથે ક્ષણિક મિલન

પછી વિલીન થવા તૈયાર છે,


કે પછી છે દીવાનગી પર્ણની,

ઓસ સંગે ક્ષણિક મિલનને

ખુદમાં સમાવવા તત્પર છે,


દીવાનગી કેવી હશે સૂર્યની,

પર્ણ ને ઝાકળના મિલન સાક્ષી બની, 

સોનેરી રંગે મઢવા આતુર છે,


દીવાનગી જુઓ આ માનવીની,

કુદરતની આ ક્ષણિક પ્રીતને,

કેમેરામાં કંડારવા ઉત્સુક છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance