તું અને હું
તું અને હું
છે, તારી હા અને મારી પણ હા,
પણ આંખોમાં શરમ ભરાણી છે !
આગની જેમ દિલ આપણાં બળે છે,
રોકે ના રોકાય મદહોશ જવાની છે !
હૃદય અમસ્તું ધડક્યા કરતુ નથી,
જિંદગી હવે એકબીજાની થવાની છે !
આંખોથી સ્પર્શી શકાય દૂર રહી,
વાત એકબીજાની ઇશારાથી સમજાણી છે !
રાત પડે કે ના પડે તું જ ચાંદની છે,
પ્રતિપળ તારી જરૂરત ઘણી છે !
અડધી રાતે હૃદય પર ટેરવાં ફર્યા,
નક્કી હવે તું આવવાની છે !
તારા પ્રેમમાં ગજબનું ઊંડાણ છે !
'ના'માં પણ પ્રેમની મજા માણી છે !
એક માત્ર તું જ એવી છે,
સાતેય જનમમાં તને જ માગી છે !

