STORYMIRROR

Sarjak Gautam Parmar

Romance

3  

Sarjak Gautam Parmar

Romance

કૃષ્ણ ને રાધા મળે

કૃષ્ણ ને રાધા મળે

1 min
14.7K


પ્રેમના અવશેષો પણ પાછાં મળે.
આ યુગે જો કૃષ્ણ ને રાધા મળે. 

કોઈ શાયર ના જનમ લૈ અહીં પછી,
જિંદગીના દર્દ જો આછાં મળે.

લાગણીઓ અંકુરિત પણ થઇ ઉઠે,
ઝાંઝવે જો પ્રેમના છાંટા મળે.

મોજથી શાયદ રહી હું પણ શકું,
લાગણીઓને જો ના વાંચા મળે. 

લાલસા તું છોડ ફોરમની હવે,
ફૂલ સાથે નૈ પછી કાંટા મળે.

કોણ કરશે રોગનો ઉપચાર આ,
વૈદ્ય પણ જયારે બધા માંદા મળે.

લક્ષ્યથી ભટકે નહીં સર્જક હવે,
મંજિલે રસ્તા ભલે વાંકાં મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance