STORYMIRROR

Sarjak Gautam Parmar

Inspirational

2  

Sarjak Gautam Parmar

Inspirational

રોગ પ્રણયનો લઈ એ આવ્યા પાસે મારી

રોગ પ્રણયનો લઈ એ આવ્યા પાસે મારી

1 min
14.1K


બેમોત મરે એવા અરમાન કરી બેઠા.
દાટી મડદા હૈયૈ સમશાન કરી બેઠા.

રોગ પ્રણયનો લઈ એ  આવ્યા પાસે મારી,
ઉપચાર નહોતો તોય નિદાન કરી બેઠા.

ઝગડો વર્ષો જુનો છે આ ઈચ્છાઓનો;
મન મારીને આજ સમાધાન કરી બેઠા.

આવ્યા મારા હિસ્સે સંબંધો સાચવવા,
માટે કડવા ઘુંટના વિષપાન કરી બેઠા.

આતૂર હતા દર્દો રમવા સર્જક સાથે,
હૈયામાં જ પહોળું મેદાન કરી બેઠા.

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational