સમજણ
સમજણ
વિચાર્યું...
વિખેર્યું...
તૂટ્યુંને
તોડ્યું
કૈક કેટલુંય
આંખોમાં વિસ્તર્યું
ઝળકયું...
ટપકયું....
અચાનક થયો
તેજોવધ..
વિસરાઈ ગયું....
સઘળું
સઘળા સબંધો....
સઘળી વ્યથાઓ....
સઘળી કથાઓ.....
સઘળું થતું ગયું
એકાકાર....
શું આજ સમજણ !?
તો અસ્તિત્વનું શું?
