STORYMIRROR

Nita Patel

Others

3  

Nita Patel

Others

જીવાય છે

જીવાય છે

1 min
13.8K


કામને લઈ માનવી શરમાય છે.

રાશિથી ક્યાં જીંદગી જીવાય છે?


રોજની છે દોડ જો આ જાત પર,

આંસુ પોષે, કોનું દિલ હરખાય છે.


કઈ ક્ષણો આવે કબર સુધી કહો,

લોક અમથા મોહમાં ઝડપાય છે.


પાપ કાજે પુણ્યનો છે આ ધડો,

આમ કચરો રોજ ક્યાં ઠલવાય છે?


લે તરી ગંગા સુધી મારે જવું,

સત્યની છે, નાવ જો અથડાય છે.


Rate this content
Log in