STORYMIRROR

Nita Patel

Classics Inspirational

3  

Nita Patel

Classics Inspirational

તરવાનું છે

તરવાનું છે

1 min
27.7K


જીવ મળે ને જગના દરિયે તરવાનું છે;

સુખ-દુઃખના સ્ટીમરમાં હરદમ ફરવાનું છે.


કંઠ લગીજ ભરાય અંગત ડૂમો જીવનમાં, 

છે અજાણ્યા દર્દ જ તેને લઈ ખરવાનું છે.


સાધક છું સાચાનો, સત્ય હજુ શોધું છું, 

કર્મ કરું છું પણ ઈશ્વરથી ડરવાનું છે.


બસ કર, ધન ખાતર જ હવે દોડ્યો છે તું જન,

પાપ-પુણ્યોંને લઈ ભવસાગર હરવાનું છે.


મારી તિથિ નીતા નક્કી થઈ છે કબર સુધી,

તેડું આવે યમનું ને જીવન ધરવાનું છે.


લય:- ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા


Rate this content
Log in

Similar gujarati poem from Classics