દીકરી
દીકરી
1 min
13.6K
બાગમાં નાજુક કળી હજુ વિસ્તરે છે,
એમ દિકરી આંગણામાં અવતરે છે.
માવજત કરી સહજતાથી છોડ જેવી,
માવતર તો એ પછી એવા તરવરે છે.
છે હવે કિલકાર પારેવા થકી એ,
ને વિદાય કરી હવે પગ થરથરે છે,
થઈ ગયો હા ભેદ દિકરી-દીકરા માં,
ને વિચાર સમાનતાના પાથરે છે.
પારકી સમજી વળાવી ને છતાં તે,
લાડકી દીકરી પિતાને સાંભરે છે.
સંસ્કાર થકી વિરહ,ને વેદના શિર,
લે બની હું સ્રી તે સુખ-દુઃખ આચરે છે.
અનુભવ્યું એકાંત ત્યાં પરદેશ ગઈ એ,
દૂર કીધી જાત ધડપણ આશરે છે.