હોઈ શકે
હોઈ શકે
1 min
13.8K
લાગણીના અભાવ હોઈ શકે,
સ્મિતનો ત્યાં પ્રભાવ હોઈ શકે.
ખાસ હસતા સવાલ પર મુજથી,
અેજ ચહેરા લગાવ હોઈ શકે.
આભ અમથું બળે છે રાખ થી?
સૂર્યના હાવભાવ હોઈ શકે.
દર્દ ઊગે હજાર રુદનમાં,
ઓળખીતા જ ધાવ હોઈ શકે.
છે કરમની નજીક પાપ પુણ્યો,
સ્વર્ગમાં આવજાવ હોઈ શકે.
છેતરે રોજ લોક જીવનમાં,
મોહ થકી ક્યાં બચાવ હોઈ શકે.
જ્યાં સફળતા લખાયી હાથોમાં,
દુર્દશાના પડાવ હોઈ શકે.
