એક ઘડિયાળ અને હું
એક ઘડિયાળ અને હું
1 min
27.7K
એ ટીક-ટીક ચાલતી રહી
હું એને નિહાળતી રહી
એ ટીક-ટીક સરક્તી રહી
મારી આંખો ફરકતી રહી
એ ટીક-ટીક બોલતી રહી
હું એને જોઈ ડોલતી રહી
એ નિર્જીવ, સોટી વગાડતી રહી
એક જીવને દોડાવતી રહી
એ ટીક-ટીક શરત લગવતી રહી
હું એને સ્વિકારતી રહી.
