કૃષ્ણ - સુદામા
કૃષ્ણ - સુદામા
કહ્યાં વિના પણ બધું સમજે, તે એટલે મિત્ર,
દુઃખમાં હોઈએ તો પણ હસાવે, તે એટલે મિત્ર,
સુખમાં ઓળખાણ કાઢવાવાળા, લાખો મળે,
દુઃખમાં જે ઓળખાણ કરાવે, તે એટલે મિત્ર,
સંબંધોમાં જો પડે તિરાડ, તો સૌ કોઈ દૂર ભાગે,
લોહીથી વધારે જે સંબંધ નિભાવે, તે એટલે મિત્ર,
હું બેઠો છું કહેવાવાળા તો, હજાર મળશે અહીં,
જરૂર પડ્યે જે નૈયા પાર લગાવે, તે એટલે મિત્ર,
મિત્રતાની મિસાલ, બીજી તો શું આપું "નિષ્પક્ષ",
કૃષ્ણ-સુદામા જેમ જીવતા શીખવે, તે એટલે મિત્ર.
