રસોડે ઉત્સવ
રસોડે ઉત્સવ
હાં રે રામ જમવાને આવજો,
નોતરાં સ્વીકારજો,
રસોડામાં ઉત્સવ,
ઉજવાય છે,
હાં રે મેં તો હેતે,
ભોજનિયા બનાવ્યાં,
હાં રે એમાં હૈયાનાં,
હેત મેં સમાવ્યા,
હાં રે ચાખો અંતરની વાનગી,
રીત રાખી ખાનગી,
રસોડામાં ઉત્સવ,
ઉજવાય છે,
હાં રે બોર શબરીનાં,
રાખ્યાં મેં ચાખી,
હાં રે વળી લાપસી,
બનાવી કેસર નાખી,
હા રે મારી સેવાની નેમ છે,
ભરત શો પ્રેમ છે,
રસોડામાં ઉત્સવ,
ઉજવાય છે,
હાં રે હું તો ગુહરાજ,
સમ વાટ્યું જોતી,
તોયે હું તો કેવટ સમ,
ધીરજ ના ખોતી,
હાં રે હેતે ફળફૂલ રાખ્યાં,
પકવાન વણચાખ્યા,
રસોડામાં ઉત્સવ,
ઉજવાય છે,
હાં રે આવી હૈયાનાં,
હેતે આરોગજો,
હારે ગળે ભક્તિની,
માળા આરોપજો,
હાં રે નંદી વિનવે છે શાનમાં,
આવી રહેજો માનમાં,
રસોડામાં ઉત્સવ,
ઉજવાય છે.
