સગપણ
સગપણ
જન્મતાંજ આ ધરા પર, નામ ને સગપણ મળ્યા,
ખુશીથી છલોછલ થતાં, હૂંફ ને બચપણ મળ્યા,
ભેગાં કરીને શમણાંઓ, ઘડવા હતા શીલ્પો ઘણાં,
ટાંકતા પથ્થર આશના, સોનેરી રજકણ મળ્યા,
જગ મહીં વ્યવહારમાં, કેટકેટલી ભૂલો કરી,
નિરીક્ષણ કરતાં જેનું, શાન ને સમજણ મળ્યા,
ખરા ખોટાનું ભાન કરવા, હિસાબ પોથી બનાવી,
જમા ઉધાર જોવા, આંતઃચક્ષુ સમ દર્પણ મળ્યા,
ભેગી કરવા દોલત, દોડ્યા ’દિવ્ય’ યુવાનીમાં,
ઈશને ભજવા હાથમાં, માળા ને ઘડપણ મળ્યા.