રાખડી – ભાઈ બહેનના પ્રેમની ચાખડી
રાખડી – ભાઈ બહેનના પ્રેમની ચાખડી
આપણી ભારતીય સંસ્કૃતિની વાત હંમેશા સદાબહાર છે
ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરે એવો રક્ષાબંધનનો તહેવાર છે,
બેનડી બાંધતી હોય છે ભાઈના હાથે સરસ મજાની રાખડી
એક નાનકડી રાખડી કરે છે પોકાર, ભાઈ માટે સર્વસ્વ ન્યોછાવર છે,
ભાઈના હાથમાં બંધાયેલ રાખડી છે એ વાતનો એકરાર
દરેક ભાઈ પોતાની બેનડીના સુખોનો તકેદાર છે,
પારકી થાપણ તો ચાલી જાય છે પોતાને ઘરે
બહેને મોકલેલ રાખડી, બચપનની મસ્ત યાદોના ખુલે દ્વાર છે,
તાર તારથી બનાવેલ રાખડીની કિંમત હોઈ શકે નજીવી
રાખડીના દરેક તારમાં, સંભળાય ભાઈ બહેનના સંબંધની સિતાર છે,
બહેન પ્રત્યેની જવાબદારી અને ભાઈની સુરક્ષાનું પ્રતીક છે એક રાખડી
એક નાનકડી રાખડી છલકાવે અને મલકાવે આપણા ભારતીય સંસ્કાર છે.