ભક્તિ વત્સલ
ભક્તિ વત્સલ
મીરા પામે મૂરતમાં છોને હોય રાધિકા પાસ,
તનથી બેઠા કાન્હાજી તો રૂક્ષ્મણીને આવાસ,
શ્રદ્ધાને નિષ્ઠા બને સમર્પણ એ ભક્તિ કહેવાય,
ભાવ સુદામા તણાં જોઈ પ્રભુ સામા દોડી જાય,
દ્રૌપદીના ચીર પૂરવા સખા થૈ કેશવ કરે સહાય,
નારાયણી સેના દૈ દુર્યોધનને પાર્થનો રથ હંકાય,
દૂત થયા પ્રભુ યુદ્ધ રોકવા ભરી સભામાં માન હણાય,
ભાવ જાણીને ભક્તિ વત્સલ વિદુરના ઘેર ખીચડી ખાય,
નરસૈંયાની હૂંડી સ્વીકારે, ગોરા કુંભારના ચાકર થાય,
શ્રદ્ધાથી બસ યાદ કરો તો કૃષ્ણ આવી ભક્તમય થાય.
